Wednesday, September 10, 2014

ગુજરાતી ભાષાને સંસ્કારી સ્વરૃપ આપવામાં આકાશેઠકુવાની પોળનું પ્રદાન ઘણું મહત્વનું છે

ઈતિહાસને વર્તમાન સમય સાથે સાંકળવા માટે આકાશેઠકુવાની મુલાકાત લીધી અને લોકો સાથે કલાકો સુધી વાતો કરી. મગનલાલ વખતચંદે (૧૮૫૧) લખ્યું હતું કે આકાશેઠકુવાની પોળમાં પેસતાં જ અંબામાતાનું મંદિર આવે છે. તે સમયની જેમ આજે પણ ભોંયરામાં આ મંદિર આવ્યું છે. આ મકાન ત્રણ માળીયું છે અને એ જ જગાએ આવેલા ઘરમાં મનીશભાઇ પંડયા, તેમનાં પત્ની સંગીતાબહેન, પુત્રી ખુશાલી અને તેનો નાનો ભાઇ કવન રહે છે. સંગીતાબહેન વર્ષો સુધી ન્યુ એજ્યુકેશન હાઇસ્કૂલમાં શિક્ષક હતા, અને આજે તેઓ અને તેમનાં પતિ મનીશભાઇ એલ.આઇ.સી. પોસ્ટ ખાતામાં કામ કરે છે. ૧૮ વર્ષની ખુશાલી એન્જિનિયરીંગનાં ડીપ્લોમાનો અભ્યાસ કરે છે. ભોંયરામાં ઉતરીને ૨૦૦-૨૫૦ વર્ષ જુનું મંદિર જોયું. એક જ ભોંયરામાં ગણપતિ, હનુમાન, અંબામાતા, મહાદેવ અને વિષ્ણુની મૂર્તિઓ છે. જૂદી જૂદી જાત અને પ્રકૃતિનાં ભગવાનો આ ભોંયરામાં એક સંપ થઇને રહે છે! છેવટે તો જેવી દ્રષ્ટિ તેવા ભગવાન! મા-દીકરીને પૂછ્યું ઃ ''તમને આકાશેઠકુવાની પોળ કેવી લાગે છે? મંદિરનાં જ સંકુલમાં આવેલું ઘર ગમે છે?'' તરત સંગીતાબહેન અને ખુશાલી જવાબ આપે છે ઃ
''પોતાની માતા કોને ના ગમે? તમારી જેમ અમે મગનલાલ વખતચંદનો ઈતિહાસ નથી વાંચ્યો. અમને આકાશેઠકુવાની પોળનાં ઈતિહાસની ખબર નથી. પણ અમને અમારી પોળ ગમે છે કારણ કે અહીં ભણતરનું વાતાવરણ છે અને તેની સાથે ધાર્મિક તહેવારો ધામધૂમથી ઉજવાય છે. અમે ૨૦૦૪માં નદીની પેલી પાર આવેલા ફ્લેટમાં રહેવા ગયા હતા, પણ ત્યાં અમને ગોઠયું નહીં, તેથી ચાર વર્ષ રહીને પાછા અમારા મૂળ સ્થાને આવી ગયા. પોળમાં ફરીથી વસીને પહેલા જેવી જ આત્મીયસભર, પ્રેમાળ અને પારિવારિક અનુભૂતિ કરીએ છીએ. આ પોળમાં રમતગમત, ભણતર તેમજ ઈમોશનલ સિક્યુરીટી પુષ્કળ પ્રમાણમાં છે.''


ગુજરાતી ભાષાને સંસ્કારી સ્વરૃપ આપવામાં આકાશેઠકુવાની પોળનું પ્રદાન ઘણું મહત્વનું છે
- ૧૮૮૧ પહેલાં પહેલી વહેલી મોરબી નાટક કંપની અમદાવાદમાં આવી અને તેણે ભર્તુહરી, સતી સુલોચના અને નરસિંહ ભગત એમ ત્રણ નાટકો ભજવેલા

No comments: