Tuesday, August 30, 2011
ગુજરાતના રાજ્યપાલને એક મિનિટ પણ રહેવાનો અધિકાર નથી: જેટલી
-ગુજરાતના રાજ્યપાલને એક મિનિટ પણ રહેવાનો અધિકાર નથી: જેટલી
-બંધારણની શપથ લઈને આવીએ છીએ એટલે વિરોધ કરીએ છીએ: સુષ્મા સ્વરાજ
સુષ્મા સ્વરાજ દ્વારા છેલ્લા આઠ વર્ષ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા અલગ-અલગ સમયે લોકાયુક્તની નિમણૂક કરવા અને તેમાં ગવર્નર નવલ કિશોર શર્મા અથવા કોંગ્રેસ દ્વારા સમયાંતરે કરવામાં આવેલા અસહકારને ટાંક્યા હતા.
સુષ્મા સ્વરાજ દ્વારા લોકાયુક્ત તરીકે નિમવામાં આવેલા જસ્ટિસ મહેતાની પૃષ્ઠભૂમિ પર પણ સવાલ ઉઠાવવામાં આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, મહેતા એક એક્ટિવિસ્ટ છે આથી તેની નિમણૂક કરવી અયોગ્ય છે. સુષ્માએ ઉમેર્યું હતું કે, અડવાણી ગુજરાતમાંથી લોસભાના સભ્ય તરીકે ચૂંટાઈને આવતા હોવાથી અને અરૂણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હોવાથી ગૃહોમાં તેમણે પક્ષ રજૂ કર્યો હતો.
સુષ્મા સ્વરાજે આરોપ મુક્યો હતો કે, સમગ્ર પ્રક્રિયાને બાયપાસ કરીને રાજ્યપાલ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે. જેનો ભાર વિરોધ કરે છે. રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દે સરકાર તરફથી કોઈપણ પ્રકારનું આશ્વાસન મળ્યું ન હતું. આથી, ગૃહની કાર્યવાહી ખોરવાઈ હતી. અત્યાર સુધી દેશની લોકશાહીના ઈતિહાસમાં ક્યારેય એવું નથી બન્યું કે રાજ્યપાલ દ્વારા મુખ્યપ્રધાન સાથે મસલત કર્યા વગર જ કોઈ નિમણૂક કરવામાં આવી હોય. રાજ્યપાલે કેબિનેટ અને મુખ્યપ્રધાનની સાથે મસલત અને વિચાર-વિનિમય કરીને જ કામ કરવાનું હોય છે.
ગુજરાતના લોકાયુક્ત મુદ્દે સાવચેતીપૂર્વક વર્તી રહ્યું છે કેન્દ્ર
ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂક વખતે રાજ્યપાલ દ્વારા કથિત રીતે વહિવટી પ્રક્રિયાનો ભંગ કર્યો હતો. જો કે, કેન્દ્ર સરકારના કાયદા પ્રધાન સલમાન ખુરશીદે કહ્યું હતું કે, જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાર સુધી મુખ્ય ન્યાયધીશ સાથે મસલત કરીને રાજ્યપાલ લોકાયુક્તની નિમણૂક કરી શકે છે. આમ છતાં જો કશું અયોગ્ય થયું હોય તો કોર્ટમાં તેને પડકારી શકાય છે.
તમારો મત
શું તમને લાગે છે કે, રાજ્યમાં વર્ષોથી લોકાયુક્તની નિમણૂક ન થઈ હોય ત્યારે નિમણૂક પર સવાલ ઉઠાવવા જોઈએ? શું તમને નિમણૂકની પ્રક્રિયા સંદિગ્ધ જણાય છે? તમારા અભિપ્રાય નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો તમારો મત નીચે આપવામાં આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર ધૃણાસ્પદ, ટીકાકારક કે વિવાદાસ્પદ ટિપ્પણી માટે જે-તે વ્યક્તિ જવાબદાર છે. આ માટે થનારી કાયદેસર કાર્યવાહી માટે પણ ટિપ્પણી કરનારી વ્યક્તિ જવાબદાર ઠરશે.
le="font-weight:bold;">
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment