Tuesday, August 30, 2011

લોકાયુક્તની નિમણૂંક રાષ્ટ્રીય મુદ્દો, ભાજપનો આક્રમક વિરોધ


- રાજ્યપાલ કેન્દ્રની યુપીએ સરકારના ઈશારે રાજ્ય સરકાર વિરૂદ્ધ કામ કરી રહ્યા હોવાનો ભાજપના આરોપ
- “ભારતના ઈતિહાસમાં ક્યારેય મુખ્યમંત્રીને પૂછ્યા વિના લોકાયુક્તની નિમણૂંક કરવામાં આવી હોય એવું બન્યું નથી”- અડવાણી

ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂંકનો વિવાદ હવે રાષ્ટ્રીય મુદ્દો બનવા જઈ રહ્યો છે. ભાજપે આ મુદ્દે સંસદના બન્ને ગૃહોમાં હોબાળો મચાવ્યો હતો. ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાતના રાજયપાલને પરત બોલાવવાની માગણી કરતા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

અગાઉ ભાજપે મંગળવારે સંસદના બન્ને ગૃહમાં ગુજરાતમાં લોકાયુક્તના મુદ્દે ચર્ચા કરવા માટે નોટિસ પાઠવી હતી તથા પ્રશ્નકાળ સ્થગિત કરવાની માગણી કરી હતી. અગાઉ ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં આ પ્રશ્નને જોરશોરથી ઉપાડવાનો નિર્ણય લેવાયો હતો. લોકસભામાં ભાજપના સાંસદ હરીન પાઠકે સ્પીકર મીરા કુમારને નોટિસ આપી હતી જ્યારે રાજ્યસભામાં વિપક્ષના નેતા અરૂણ જેટલીએ ઉપરાષ્ટ્રપતિને નોટિસ આપી હતી. ભાજપના પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીએ જણાવ્યું હતું, “ભારતના ઈતિહાસમાં ક્યારેય મુખ્યમંત્રીને પૂછ્યા વિના લોકાયુક્તની નિમણૂંક કરવામાં આવી હોય એવું બન્યું નથી”

ભાજપના દાવો છે કે રાજ્ય સરકારને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવેલી લોકાયુક્તની નિમણૂંક બંધારણની કલમ 163નો ભંગ છે, આ કલમ જણાવે છે કે રાજ્યપાલ મંત્રીમંડળની સલાહ મુજબ કામ કરે છે. ભાજપ આરોપ મૂક્યો હતો કે રાજ્યપાલ કેન્દ્રની યુપીએ સરકારના ઈશારે રાજ્ય સરકાર વિરૂદ્ધ કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં ભાજપ આ મુદ્દે સંસદના બન્ને ગૃહોમાં ભારે હોબાળો મચાવશે. મંગળવારે મળેલી ભાજપ સંસદીય પક્ષની બેઠકમાં ગુજરાતમાં લોકાયુક્તના પ્રશ્નને જોરશોરથી ઉપાડવાનો નિર્ણય કર્યો હતો. e="font-weight:bold;">

No comments: