Monday, August 29, 2011
ભાજપ છંછેડાયું, રાજ્યપાલને પાછા બોલાવો,કરશે ઉગ્ર આંદોલન
-પ્રથમ તબક્કે આવતીકાલે અમદાવાદના સરદાર બાગ પાસે દેખાવો યોજાશે
મોદી સરકારે એક લાખ કરોડ રુપિયાના કરેલા કથિત ભ્રષ્ટાચારોની તપાસ લોકાયુક્ત દ્વારા થાય અને તે માટે રાજ્યપાલ દ્વારા પોતાના અધિકારોની રુએ લોકાયુક્ત પદે આર.એ.મહેતાની નિયુક્તિ કરાયા બાદ હવે, ગુજરાત ભાજપ છંછેડાયું છે અને લોકાયુક્તની નિમણૂંક કરનાર ‘રાજ્યપાલને જ ગુજરાતમાંથી પાછા બોલાવવામાં આવે’ તેવી માંગણી સાથે રાજ્યભરમાં ઉગ્ર આંદોલનો શરુ કરવાનો ભાજપે નિર્ણય લીધો છે.જેના પ્રથમ તબક્કે આવતીકાલ મંગળવારે બપોરે ૧૨ વાગ્યે અમદાવાદના સરદાર બાગ પાસે ગુજરાત ભાજપના પ્રમુખ આર.સી.ફળદુની આગેવાની હેઠળ દેખાવો યોજાશે.જેમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય આગેવાનો ભાગ લેશે.
ભાજપના પ્રદેશ પ્રમુખે એવો આક્ષેપ કર્યો હતો કે ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી રાજ્યપાલ, કેન્દ્દની કોંગ્રેસ સરકારના ઈશારે ગુજરાતને નુકશાનકર્તા નિર્ણયો લઈને કોંગ્રેસના મલિન ઈરાદા પાર પડે તેવા કાર્યો કરી રહ્યાં છે અને તે રીતે ગુજરાતની લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને બદનામ કરવાનું કાર્ય કરે છે પરંતુ ગુજરાત ક્યારેય અન્યાય સહન કરતું નથી અને ન્યાયિક તથા શાંતિપૂર્ણ આંદોલનો દ્વારા અન્યાયકર્તાઓને જડબાતોડ જવાબ આપે છે.
ગુજરાતમાં મોદીના વડપણ હેઠળની ચૂંટાયેલી સરકાર લોકશાહી ઢબે કામ કરી રહી છે.જે કોંગ્રેસ અને કેન્દ્દ સરકારને આંખમાં કણાંની જેમ ખૂંચે છે.જ્યારે પણ કેન્દ્દમાં કોંગ્રેસની સરકાર આવે છે ત્યારે દેશના વિવિધ રાજ્યોની અન્ય સરકારોને રાજભવનના ઉપયોગ દ્વારા ગેર-બંધારણીય કાર્યવાહીઓ કરીને પોતાના મલિન ઈરાદાઓ પાર પાડવા ષડયંત્રો રચે છે. ગુજરાતમાં રાજ્યપાલ ગરિમામય બંધારણીય પદને લાંછન લગાડતી પ્રવૃત્તિઓ દ્વારા લોકશાહી શાસન વ્યવસ્થાને રુકાવટ કરનારા નિર્ણયો કરે છે.
ફળદુએ કહ્યું હતું કે રાજ્યમાં ૫૦ ટકા મહિલા અનામત આવે તો મહિલા શકિતને લાભ મળે તે નિર્ણય રાજ્ય સરકારે કર્યો હતો.જે વિધેયકને રાજ્યપાલે નામંજુર કર્યો હતો.રાજ્યના શહેરોના લાખો ગરીબ કુંટુંબોએ પોતાની જમીનમાં નાનુંસરખુ બાંધકામ કર્યુ તેના કારણે તેમને મુશ્કેલી પડી રહી છે એટલે સરકારે તેને કાયદેસર કરવા ઈમ્પેકટ ફીનું વિધેયક પસાર કરાવ્યું તો તેને પણ રાજ્યપાલે મંજુર રાખ્યું નથી.રાજભવન દ્વારા બંધારણીય જવાબદારી વિરુધ્ધના ગુજરાત વિરોધી નિર્ણયો કરવામાં આવે છે.જેનો ભાજપ સખત વિરોધ કર છે અને રાષ્ટ્રપતિ સમક્ષ માંગણી કરે છે કે રાજભવનની ગરિમાને નુકશાન કરનાર ગુજરાતના રાજ્યપાલને ગુજરાતમાંથી પરત બોલાવી લે."font-weight:bold;">
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
aa babte rpi bjp ni sathe chhe
Post a Comment