Sunday, February 27, 2011

ઐતિહાસિક મહાનગર અમદાવાદની ૬૦૧મા સ્થાપના દિન નિમિત્તે શહેરના ભવ્ય ઈતિહાસ



૧૪૧૧થી ૧૫૭૫ સુધીના સુલતાન કાળમાં ભદ્રનો કિલ્લો, કાંકરિયા તળાવ, સરખેજ રોઝા, રાણી સિપ્રી મિસ્જદ જેવા કલાત્મક સ્થાપત્યો નિર્માણ પામ્યા. બાદ ૧૫૭૫થી ૧૬૫૦ એટલે કે ૭૫ વર્ષના મોગલકાળ દરમિયાન અમદાવાદમાંજ હુમાયુથી લઈ અકબર, જહાંગીર શાહજહાં, ઔરંગઝેબે અમદાવાદમાંથીજ તેમના સામ્રાજ્યનું સંચાલન કર્યું. જ્યારે ૧૭૦૭થી ૧૮૧૮ સુધી મરાઠા કાળમાં બાલાજી વિશ્વનાથથી લઈ, ૧૭૩૭થી મોગલ-મરાઠાનું સંયુક્ત શાસન, ૧૭૫૩માં મોગલ શાસનનો અંત અને ૧૭૮૦માં ફતેહસિંહ ગાયકવાડ અને ત્રણ વર્ષ બાદ શહેરનું સુકાન પેશવાને સોપાયું.

અલબત, ૧૮૧૭માં બ્રિટિશ કલેક્ટર ડનલોપે અમદાવાદની શાસનધૂરા સંભાળી લીધી અને ૧૮૧૮માં યુનિયન જેક ધ્વજ ભદ્રના કિલ્લા પર લહેરાયો. ભારતમાં અંગ્રેજોને (ઈસ્ટ ઈન્ડિયા કંપની)ને વહેપાર કરવાનો પરવાનો જહાંગીર દ્વારા ભદ્રના કિલ્લા પર જ બ્રિટિશ એલચી સર થોમસ રોને, ૨૦૦ વર્ષ અગાઉ ૧૬૧૮માં અપાયો હતો!

બ્રિટિશ શાસન દરમિયાન ૧૮૧૮થી ૧૯૪૭ સુધી શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમ સ્થાપ્યો. આજે મેગાસિટી બની ગયેલું અમદાવાદ તેના ભૂતકાળના કદ કરતા ઘણું મોટું થઈ ગયું છે અને ૧૮૭૨ની પ્રથમ વસ્તી ગણતરી બાદ ૧૮૯૧માં શહેરની દર્શાવાયેલી ૧,૫૫,૪૦૫ની જનસંખ્યા આજે પ૦ લાખનો અંક વટાવી ચૂકી છે.
g>

No comments: