Tuesday, September 27, 2011

અનશન તોડ્યા બાદ નરેન્દ્ર મોદીના સંબોધનના અંશોઃ


- કોઈ કલ્પના ન હતી કે સદભાવના મિશન-ત્રણ દિવસના ઉપવાસ આખા દેશને આંદોલિત કરી દેશે.
- ચારેકોર એક જ ચર્ચા હતી કે મોદી શું કરવા માંગે છે?
- દેશમાં જે કાંઈ થઈ રહ્યું છે તેનાથી બધા પરેશાન છે, પીડા છે, તેના પ્રગટીકરણનો અવસર મળતો નથી.
- હું જન-મનનો પૂજારી છું,જનતાના ચરણોમાં જિંદગી ખપાવી દીધી છે.
- રાજનીતિથી ઉપર રાષ્ટ્રનીતિ હોય છે, અનશનની પ્રેરણા આ રાષ્ટ્રનીતિ છે.
- દુનિયાનો આરોપ છે કે ભારતીયો સપનાં જોતા નથી. તમામ સમસ્યાઓની જડ તે જ છે.
- જો, સપના નહીં જુઓ તો, ૧૨૦ કરોડના દેશની દિશા શું હશે?
- સપના નહીં જુઓ તો સંકલ્પ ક્યાંથી આવશે?
- ગુજરાતમાં અમે, પરંપરાગત રીતે શાસન નહીં પણ શક્તિને જાગૃત કરવા બધાને જોડવાનું નક્કી કર્યું હતું.
- જનશકિતના ભરોસે જ ગુજરાતને આગળ વધારવા હું આગળ વધ્યો છું.
- ભારત સરકારની સચ્ચર કમિટીએ મને પૂછ્યું તમે લઘુમતીના વિકાસ માટે શું કર્યું?
- મેં છ કરોડ ગુજરાતીઓની આંખના સપનાં પારખ્યાં છે, તમારા સપનાં મારા સપનાં છે.
- મેં કહ્યું અમે ગુજરાતમાં લઘુમતી માટે કે બહુમતી માટે નહીં પણ છ કરોડ ગુજરાતીઓ માટે બધું જ કર્યું છે.
- વર્લ્ડ બેન્કનો રિપોર્ટ છે કે કૃષિ વિકાસ માટે ગુજરાતના મોડલને અપનાવો.
- ગુજરાતમાં રોજગારી માટે ઉદ્યોગ જરૂરી હતા અમે, પારદર્શક નીતિઓ અમલમાં મૂકી તેમને અહીં લજાવ્યા.
- આખી દુનિયાને ‘જન-ભાગીદારીનું નવું મોડલ
- રાતોરાત આ શક્ય બન્યું નથી. ૧૦ વર્ષ સુધી તપસ્યા કરી છે. રાતદિન મહેનત કરી છે. બધાનો વિશ્વાસ જીત્યો છે.
- તમામ લોકોને શાંતિ જોઈએ છે. જે અમે આપી છે અને એટલે લોકોને વિશ્વાસ જીતાયો છે.
- સૌનો સાથ, સૌનો વિકાસ એ માત્ર નારો નહીં અમારો મંત્ર છે. ૧૦ વર્ષના શાસનની પ્રેક્ટિસ છે. સદભાવના મિશન તેનું જ નામ છે.
- આ સફળતાથી પ્રેરાઈને અમે તેના મોડલથી બધાને પરિચિત કરાવવાનું નક્કી કર્યું છે.

- હું તમામને નિમંત્રણ આપું છું કે આવો, ગુજરાતના સદભાવના મિશનને જુઓ. જનશકિત શું છે. તેને વિકાસ માટે કેવી રીતે જોડી દેવાઈ છે.
- જ્યાં સુધી વિરાટના દર્શન થતાં નથી ત્યાંસુધી વાત સમજાતી નથી.
- આ વિરાટના દર્શન કરાવવા માટે જ અનશન કર્યા.
- લીડરશિપની કસોટી એકશન ઉપર જ નિર્ભર કરે છે.
- વોટબેન્કને બદલે વિકાસની રાજનીતિ નહીં અપનાવાય ત્યાંસુધી દેશ આગળ નહીં આવી શકે.
- મારે દરેક ગામના લોકોને ગેમ ચેન્જર બનાવવા છે.
- હવે દરેક જિલ્લામાં જઈને એક દિવસ સવારથી સાંજ સુધી જનતાની વચ્ચે ઉપવાસ કરીશ.
- શાંતિ,એકતા, ભાઈચારાને વધુ શક્તિશાળી બનાવવાનું સપનું છે.
- કમીટમેન્ટ જ મારી શક્તિ છે.
- સકારાત્મકતાને વધુ મજબૂત બનાવો, નકારાત્મકતાને ત્યજી દો.
- તેને જન-આંદોલન બનાવીશું તો કોઈપણ તાકાત દેશને આગળ વધતાં રોકી નહીં શકે.

No comments: