Wednesday, September 14, 2011

મોદી છે 'કિંગ ઓફ ગવર્નન્સ', અમેરિકાએ કરી ભરપૂર



>>>સીઆરએસ રિપોર્ટ કોણ તૈયાર કરે છે?

કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસ રિપોર્ટ એટલે કે જેને ટૂંકમાં સીઆરએસ તરીકે ઓળખવામાં આવે છે તે અમેરિકન સંસદની એક સ્વતંત્ર અને નિષ્પક્ષ પાંખ છે અને તે અમેરિકાના નીતિ ઘડનારા સાંસદોને ઉપયોગી થાય તેવા મુદ્દાઓ ઉપર સમયાંતરે રિપોર્ટ તૈયાર કરવાનું કામ સંભાળે છે. ભારત પર આધારિત આ જ પ્રકારનો જ એક 94 પાનાનો સીઆરએસ રિપોર્ટ 1 સપ્ટેમ્બરના રોજ અમેરિકન સાંસદો માટે પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

>>>2002ના રમખાણોથી આગળ વધીને મોદીએ કરેલો વિકાસ

સીઆરએસ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, " વર્ષ 2002માં થયેલા કોમી રમખાણોમાં કથિત સંડોવણીના કારણે તેમની પર લાગેલા લાંછનથી ઉપર ઉઠીને નરેન્દ્ર મોદીએ રાજ્યમાં આધુનિક રસ્તાઓ અને શક્તિશાળી માળખું ઉભું કરીને તાજેતરના વર્ષોમાં 11 ટકાથી પણ વધુ આર્થિક વિકાસ પ્રાપ્ત કર્યો છે." વધુમાં રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, "ગુજરાતે જનરલ મોટર્સ અને મિત્સુબિશી જેવા મહત્વના આતંરરાષ્ટ્રીય રોકાણકારોને આકર્ષ્યા છે. જે રાજ્યની વસ્તી સમગ્ર દેશમાં માત્ર પાંચ ટકા છે તે રાજ્ય દેશની પાંચમાં ભાગની નિકાસ કરી રહ્યું છે."

>>>નિતીશ કુમારે બિહારમાં સાધેલા વિકાસની પ્રશંસા

સીઆરએસ રિપોર્ટમાં બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારની પ્રશંસા કરતાં જણાવવામાં આવ્યું છે કે," વર્ષ 2011માં બીજુ એક સકારાત્મક ઉદાહરણ ભારતના સૌથી ગરીબ રાજ્ય ગણાતા બિહારે પુરું પાડ્યું છે. આ રાજ્યના મુખ્યમંત્રી નિતિશ કુમારે જાતી આધારિત રાજનીતિથી ઉપર ઉઠીને કુશળ શાસનના આધારે વિજય પ્રાપ્ત કરીને સમગ્ર દેશનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું."

>>>મમતા અને માયાવતીનો સીઆરએસમાં ઉલ્લેખ

બીજી બાજુ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને નિતિશ કુમારે પુરા પાડેલા ઉત્તમ વહીવટના ઉદાહરણો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી માયાવતી પણ અનુસરી શકે છે. સીઆરએસ રિપોર્ટમાં આંધ્રપ્રદેશમાં ચાલી રહેલા તેલંગાણા રાજ્યની ચળવળ અને પશ્વિમ બંગાળના મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળના તૃણમુલ કોંગ્રેસના શાસનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના શિરે ભારતના સૌથી ગરીબ રાજ્યના વિકાસની મહત્વની જવાબદારી છે.

આપનો અભિપ્રાયઃ

વાચક મિત્રો, આ એજ અમેરિકા છે કે જેમણે 2002ના રમખાણો બાદ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વિઝા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. શું તમે માનો છો કે આગામી સમયમાં નરેન્દ્ર મોદી 2002માં પોતાની ખરડાયેલી ભૂમિકાની ઉપરવટ જઇને રાષ્ટ્રીય સ્તરે પોતાનું નામ ઉજાગર કરી શકશે? શું આપ માનો છો કે નરેન્દ્ર મોદીમાં વડાપ્રધાન બનાવાની લાયકાત છે? આપના અભિપ્રાય નીચેના ફિડબેક બોક્સમાં જણાવો.






ont-weight:bold;">

No comments: