Tuesday, May 3, 2011
ઓસામા-બિન-લાદેન નુ મોત્
અમેરિકાએ છેવટે પોતાના રાષ્ટ્રના અપરાધિને મોતને ઘાટ ઉતારી દીધો. .ઓસામા પાકિસ્તાનમાંજ છુપાયેલો મળી આવ્યો, જે પાકિસ્તાન સતત એમ કહ્યા કરતુ હતુ કે લાદેન તેમના દેશમાં છે જ નહી..! લાદેન ને પકડવા, તેને ઝેર કરવા અમેરિકા એ પાકિસ્તાન ને અબજો ડોલર ની સહાય કરી હતી, તે ત્યાં સુધી કે તેનુ પોતાનુ અર્થતંત્ર મંદીમાં ફસાયુ છતા આ સહાય હાલુજ રહી એ આશામાં કે પાકિસ્તાન લાદેન ને પકડવામાં સહાય રુપ બનશે, પણપાકિસ્તાને તો સહાય લીધા કરી અને બીજી તરફલાદેન ને છુપાવામાં સહાય પણ કરતુ રહ્યુ. પાકિસ્તાન જાણતુ હતુ કે લાદેન જિવતો હ્શે ત્યાં સુધી અમેરિકા ને તેમની ગરજ રહેશે, જો લાદેન મર્યો તો અમેરિકા ને પાકેસ્તાન ની કોઈ જરુર નહી રહે.. , તેથી તે એક તરફ અમેરિકાની સહાય લેતુ રહ્યુ અને લાદેન ને બચાવતુ પણ રહ્યુ.
અમિરિકા ના ધ્યાનમાં આ હતુજ, છેવટે તેમણે જ્યારે લાદેન ઉપર હુમલો કરવાનુ નક્કિ કર્યુ ત્યારે પાકિસ્તાન ને તેની ભનક પણ આવવા ન દીધી, અને અફઘાનિસ્તાન થી હેલિકોપ્ટરો ઉડાડી લાદેન ના અભેદ કિલ્લામાં ઉતરાણ કરી માત્ર ચાલીશ મિનિટમાંલાદેન ને ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો..
આ ઓપરેશનની સફળતા થી બે વાત સ્પ્ષ્ટ થઈ, એક-પાકિસ્તાન આતંકવાદ ને પોષનાર રાષ્ટ્ર છે, અને બે-તે અસત્યવાદી અને દગાખોર છે, જે કામ માટે તે અમેરિકાની આર્થિક મદદ લેતુ હતુ,, તે કરવાના બદલે એ આર્થિક સહાય નો ઉપયોગ ભારત સામે જેહાદ જગાવવા માં કરવા લાગ્યુ.અમેરિકાને પોતાના સ્વાર્થમાં રસ હતો એટલે પાકિસ્તાન ની આ દગાખોરી સામે આંખમિચામણા કર્યા, પણ તે સમજી ગયુ કે પાકિસ્તાન ઉપર ભરોષો રાખવાનો કોઈ અર્થ નથી. તેથી છેવેટે પાકિસ્તાન ને અંધારામાં રાખી ને, તેનાસાર્વભૌમત્વની ઐસી તૈસી કરી ને પાકિસ્તાન માં છુપાયલા લાદેન ને પતાવી દીધો.
લાદેન નુ સર્જન અમેરિકાએજ રશિયા સાથે લડાવવામાટે કર્યુ હતુ, રશિયા તો અફઘાનિસ્તાનમાંથી ખસી ગયુ પણ આતંકવાદ નુ લોહી ચાખી ગયેલ તાલિબાનો ને આતંકવાદ ફાવી ગયો હતો, અને એનો ભોગ તેનુ સર્જન કરનાર ખુદ અમેરિકા જ બન્યુ. અમેરિકાએ દશવર્ષે બદલો વાળી લીધો, અને તેમાં તેણે સાર્વભૌમત્વ,કોર્ટકચેરી, કેસ, બચાવની તક વેગેરે કોઈ સિધ્ધાંતો ની પરવા ન કરી, માનવ અધિકારવાદીઓ પણ જોતા રહ્યા અને લાદેન ને માથામાં ગોળી મારી ને તેની હત્યા કરી દેવામાં આવી..!
આ જગ્યાએ આપણે હોત તો..?આપણેતેને આપણા કમાંડોની શહાદતના ભોગે તેને જિવતો પકડી લેત, પછી તેને અભુતપુર્વ રક્ષણ હેઠળખાસ જેલમાં ઠાઠ થી બિરિયાની ખવરાવી ને રાખવામાં આવ્યો હોત, તેના ઉપર કેસ ચલાવવામાં આવ્યો હોત, આપણા લાલચુ વકિલો તેનો બચાવ પણ કરતા હોત, માનવ અધિકારપંચ તેને કોઈ તકલીફ ન થાય તેનુ સતર્કતાથી ધ્યાન રાખતુ હોત,ભુલેચુકે તેને પકડનાર કે ઠાર મારનાર ગુજરાતના દળો હોત, તો “ બનાવટી એંકાઉંટર”માં ખપાવી એ અધિકારીઓ ને જેલના સળીયા પછળ ધકેલી દેવાયા હોત. અને લાદેન ને સજા કરતા પહેલા તેને ઠારમારનાર ને સજા પહેલા થઈ હોત...!
અમેરિકા એ આવુ કાંઈ વિચાર્યુ નહી, અમેરિકાના ટ્વીનટાવર પર હુમલો કરવામાં લાદેન નો હાથ હતો કે નહી એ સાબિત કરવા ની મથામણમાં પડ્યા વીના તેમણે તેમનુ કામ પતાવી લીધુ. અપરાધિને પાકિસ્તાનમાં ઘુસી ને માર્યો.
જો અમેરિકા આવુ કરી શકતુ હોય, તો આપણે કેમ આ કરતા નથી..? આપણે પણદાઉદ. શકિલ, મુમ્બાઇ હુમલા ના તથા ગોધરાના અપરાધિઓ ને કેમ મારી શકતા નથી..? આપણુ લશ્કર સમર્થ હોવા છતા તેના હાથ બાંધી રાખવામાં આવ્યા છે..! આપણે રંગે હાથ પકડેલા કસાબ અને અફઝલ ગુરુ ને ફાંસી ની સજા કરી હોવા છતા તે સજાનો અમલ કરી શકતા નથી, આપણને તેમ કરવામાં તોફાનો થવાનો ભય લાગે છે, મહાગુજરાત અને નવનિર્માણ જેવા રચનાત્મક આંદોલનો માટે થયેલ તોફાનો સરકારે દબાવી દીધા હતા તો અપરાધિઓ ને શિક્ષા કરવાના કારણે થનારા સંભવિત તોફાનો નાભય થી જો તમે સજાનો અમલ કરી ન શકતા હો તો તમે વહીવટ ને લાયકજ નથી, માત્ર સેંસેક્ષ અને ગ્રોથના આંકડા માં રાચવાથી સફળ નથી થવાતુ, કાયદો, વ્યવસ્થા, પ્રજાનુ રક્ષણ ને પ્રથમ પ્રાયોરીટી આપવાના બદલે જુદીજ દિશામાં વિચારવામાં આવે છે. બીન સાંપ્રદાયિક સરકારો એક સંપ્રદાયના બધા અપરાધો સામે આંખો મીચી દે છે, જ્યારે બીજા સંપ્રદાયના સ્વરક્ષણ માટે લીધેલા પગલાનેમહાન અપરાધ ગણી તેમને દબડાવવાની રાજનિતિ ખેલવામાં આવે છે, , અમેરિકાપોતાના અપરાધિ ને ખુલ્લેઆમ મારી શકે છે, શ્રીલંકા પોતાના દેશ સામે લડનારા આતંકવાદીઓ નો ખાતમો બોલાવી શકે છે, જ્યારે આપણે ત્યાં તો અતંકવાદી ને મારનાર પોલીસ અધિકારીઓ અને ગ્રુહમંત્રી ને સુધ્ધા જેલમાં પુરી ને તેમની સામે તપાસ કરવા “સિટ” બેસારવામાં આવે છે, !!
અમેરિકન સરકાર લાદેન ને પતાવી નાખવાના આદેશ પર સહી કરનાર પ્રમુખઓબામા ઉપર કામ ચલાવશે..?તેની પાસે લાદેન આતંકવાદી હોવાના પુરાવા માગશે..?આપણે ત્યાં તો મતની ભુખ એટલી છે કે આપણા બિનસાંપ્રદાયિક કહેવાતા દેશના એક સંપ્રદાયની પ્રજા ચોસઠ વર્ષથી સતત માર ખાતી હોવા છતા કોઈ વાર આક્રોશમાં આવી કાંઈ કરી બેસે તો એને મોટો અપરાધ ગણી લેવામાં આવે છે..1 આવી કાયરતા, આવી દગાખોરી, અને આવી ગદ્દારી આચરનાર સરકાર અમેરિકા ના આ એનકાઉંટર માંથી શીખે તેમ નથી, આપણે તો માત્ર આવા પ્રલાપ કરી નેજ રહી જવાનુ...!અને વિકાસ, આર્થિક સુપરપાવર, અને છેતરામણા વિકાસદરના આંકડાજોઈ નેજ રાજી થવાનુ...1 પછી ભલે પ્રજા ટ્રૈનો. બસો. ભીડભાડવાળા સ્થળો, તાજમહાલ જેવી હોટલો, મંદીરો નાસંકુલોમાં બોમ્બધડાકાઓમા માર્યા જતા...! અબજો રુપિયા ના કરવેરા ભરનાર પ્રજાજાહેર માર્ગોમાં ભલે રહેંસાઈ જતી, પણ આપણે ખુલ્લે આમ અસંખ્ય લોકો ને મારનાર આતંકવાદી ને શિક્ષા કરતા પણ ગભરાવાનુ...1 આપણે પુરાવા આપવાના...1 અપરાધિ નેઅભેદ રક્ષણ આપવામાં , તેને મનપસંદ ભોજન કરાવવામાં, તેને બચાવમાટે વકિલો આપવામાં. અપિલમાં જવામાં ભોગબનેલ પ્રજાના કેટલા નાણા વેડફાઈ રહ્યા છે એ જોઈ આપણી ઉદારતાઅને ન્યાયપ્રિયતા ના ઝંડા લહેરાવવાના...!
અપરાધિઓ ને શિક્ષા ન કરી શકતી સરકાર ને આપણે શામાટે નિભાવીયે છીએ...?અત્યારેજ તક છે, આપણે પાકિસ્તાનમાં ઉભાથયેલા આતંકવાદી કેમ્પો, કાશ્મિર પર કબજો જમાવી બેઠેલ તત્વો ઉપર આક્રમણ કરી ને તેને ખતમ કરી શકીયે તેમ છીએ,, અને તેમ કરતા કોઈ આંતરરાષ્ટ્રિય કાનુન નડતો હોય તો તેને અમેરિકાનુ પગલુ બતાવી દેવા નો માર્ગ ખુલ્લો છે..! પણ માત્ર પોતાની સત્તા ટકાવી રાખવા સિવાય બીજા કશામાં રસ ન ધરાવતી, કાયર, શોષણ્ખોર, દગલબાજ અને ખીસા ભરતી સરકાર આવુ કરે તેમ લાગતુ નથી, સમર્થ લશ્કર પણ મારખાઈ ને હતાશ થતુ જાય છે, આટલા મોટા દેશ ને સંભાળવા માટે જે દ્રઢ ઇચ્છાશક્તિ, રાષ્ટ્રભક્તિ, હિમ્મત, પ્રામાણિકતા, તટસ્થતા, કડક અનુશાશન જોઈ એ તે આજે કોની પાસે છે...?સારા વહિવટ માટે પણ લોકોએ આંદોલનો કરવા પડે એ દેશ નુ શું ભવિષ્ય...?દેશદ્રોહ અને અપ્રામાણિકતા આપણા લોહીમા^ રહેલી છે, પણ સદ્ભાગ્યે આજ સુધી આપણને દોરનારા પ્રામાણિક હતા, પણ આજે તો આપણને દોરવામાટે આપણે ચુંટેલા અગ્રણિઓ જ ભ્રષ્ટ અને દેશદ્રોહી થતા જાય છે, પછી આપણુ શું થશે એ ભગવાનજ કહી શકે...1 તે પણ યુગેયુગે અવતાર લેવાનો કોણીએ ગોળ વળગાડી ને ક્યાં ઉંઘી ગયો છે એ એજ જાણે
અપરાધિઓ ને શિક્ષા કરવી એ રાજધર્મ છે, એ માટે આંતરરાષ્ટ્રિય...કાયદાનો , લઘુમતિ-બહુમતિનો,માનવ અધિકારનો, કે આપણી આંતરરાષ્ટ્રિય ઇમેજ નો વિચાર કર્યા વીના રાજધર્મ નિભાવવો જોઈએ, ન નિભાવી શકાય તો સત્તા છોડી દઈ બીજા ને તક આપવી જોઈએ..! મત મેળવવા કોઈને પંપાળવાની કે કોઈ ને તિરસ્કારવા ની જરુર નથી, પરાક્રમ કરી બતાવશો તો પ્રજા મત આપવાનીજ છે, લોકો પરાક્રમને જ પુજે છે, એ યાદ રાખશો તો પ્રજા તમારી સાથેજ રહેવામાં ગૌરવ અનુભવશે.ઓબામા આવખતે ચુંટાઈ આવે તેવી શક્ય તા ઓછી જણાતી હતી પણ તેણે કરેલ આ પરાક્રમ તેની આબરુ નુ સ્તર ઘણુ ઉંચુ લઈ જશે એમાં કોઈ શક નથી. આપણી પાસે તો પરાક્રમ કરી બતાવવાના અનેક ક્ષેત્રો છે, પણ કોને એમાં રસ છે..?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment