Friday, January 14, 2011

મોદી સાચે જ સિંહ જેવા છે: બ્રાઝીલના મંત્રી


રસપ્રદ વાત એ છે કે આ ત્રણ મુદ્દા મુખ્યમંત્રી મોદીને પણ ખૂબ પ્રિય છે!

- જેફર્સન ડિકાસ્ટો, બ્રાઝીલના મંત્રી : ગુજરાત ભારતનું ગ્રોથ એન્જીન છે. મોદીના ડાયનેમિક નેતૃત્વમાં ગુજરાત વિકાસ સાધી રહ્યું છે. મોદી સાચે જ સિંહ જેવા છે

- રોહમ્યા કોલેથા, રવાન્ડાના ઇન્ફ્રા.મંત્રી : મને લાગે છે કે રવાન્ડાએ ત્રણ વર્ષ પહેલાં ગુજરાતમાં આવવાની જરૂર હતી, હવે આગામી ત્રણ વર્ષમાં ગુજરાત જેવો વાયબ્રન્ટ વિકાસ કરીશું

- કામુન્તુ એફરૈમ, યુગાન્ડાના આયોજન મંત્રી : ઘણું જીવો ગુજરાત અને મોદી પણ દિધૉયુ બને. યુગાન્ડાના વિકાસમાં ગુજરાતે વર્ષો પહેલાં યોગદાન આપ્યું હતું. અમારા માટે માણવાલાયક પ્રસંગ બની રહ્યો છે.

- મોતો મોરીમોતો, હિતાચી લાઇફ સોલ્યુશન : અમારો અનુભવ રોમાંચક રહ્યો છે. મોદીનું સમર્થ નેતૃત્વ છે.

- પેટ્રીક બ્રાઉન, કેનેડાના સાંસદ : આગામી વાયબ્રન્ટ સમિટમાં અમે કેનેડાનું ખૂબ મોટું પ્રતિનિધિ મંડળ લઇને ગુજરાત આવીશું. આ સમિટના કારણે કેનેડા અને ગુજરાતના દ્વીપક્ષીય સબંધો મજબૂત, વ્યાપક અને ગાઢ બન્યાં છે. મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં અશક્ય વસ્તુઓ શક્ય બનતી જાય છે.

- ગૌતમ અદાણી, અદાણી જુથના ચેરમેન : ખાલી સ્વપ્નો સમયની બરબાદી છે પણ સ્વપ્ન સાકાર કરવા એક્શનની જરૂર પડે છે. મોદીમાં તે દેખાય છે. મુખ્યમંત્રીએ વ્યવસાયિક, સ્વાભિમાન અને વિકાસની ખુશ્બુ વિશ્વભરમાં ફેલાવી છે.

- એ.કે.જોતિ, ચીફ સેક્રેટરી,ગુજરાત : પાંચમી વાયબ્રન્ટ સમિટ ફળદાયી નિવડી છે. ૨૩ જેટલા ફોકસ સેક્ટરો થકી ગુજરાતે તેના ભવિષ્યનું રોકાણકારો અને વિશ્વના દેશો સાથે જોડાણ કર્યું છે.

- મહેશ્વર શાહુ, ઉદ્યોગ અગ્રસચિવ : ૧૦૧ દેશો અને ૧૯ રાજ્યોનો સહકાર મળ્યો છે. ૩૫૦૦૦ ડેલીગેટ્સે આ સમિટમાં ભાગ લીધો હતો જેમાં ૧૪૦૦ વિદેશી મહેમાનો ઉપસ્થિત રહ્યાં છે. બિઝનેસ સાથે નોલેજ શેરિંગનો અવસર મળ્યો છે.

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે મંચ પર આવ્યા ત્યારે તેમણે કહ્યું કે 'તમે આજુબાજુ જે જોઇ રહ્યાં છો તે મોદીનું કરેલું નથી. એક માણસનું કરેલું નથી. મારા કેબિનેટ, મારા અધિકારીઓ અને ગુજરાતની 5.5 કરોડ જનતાને જાય છે,' તેમ મોદીએ કહ્યું છે. અધિકારીઓના કામની પ્રશંસા કરતા મોદીએ વધુંમાં જણાવ્યું, 'મે મારા અધિકારીઓને દીલોજાનથી કામ કરતા જોયા છે. મને ખબર છે કે છેલ્લે બે મહિનાથી મારા ઘણા અધિકારીઓ ઘરે અને ઘરવાળા જોડે શાંતિથી બેઠા નથી. એક અધિકારીને ત્યાં તો સંબધીનું દેહાંત પણ થઇ ગયું હતું પણ ફક્ત એક દિવસની રજા લઇ પાછા તેઓ કામ પર લાગી ગયા હતા.'

No comments: