Friday, January 14, 2011

મોદી હસતાં-હસતાં ધણું બધું કહીં ગયા



મોદીએ કરેલી વ્યંગાત્મક રજૂઆત

- 2011ના સમિટની પૂર્ણાહૂતિએ તેમણે બધાને 2013માં યોજાનાર સમિટમાં આવવાનું નિમત્રણ આપ્યું, તેમણે કહ્યું કે 2013ના વાઇબ્રન્ટનો એજેન્ડા હું અત્યારે જાહેર નહીં કરું. સ્મિત સાથે તેમણે ઉમેર્યું ' મારે મારા અધિકારીઓને એક અઠવાડિયાનો આરામ તો આપવો પડે ને!'

- મોદીએ ઉદ્યોગપતિઓને સંબોધીને કહ્યું હતું કે, ગુજરાતે તમને મહાત્મા મંદિર ખાતે યોજાયેલ સમિટમાં ઉપસ્થિત રહેવા માટે બોલાવ્યા છે અને તમે તેમાં હાજર રહ્યાં એ બદલ આભાર, પરંતુ તમારે હવે પછીના તમારા સમારોહ આ ભવનમાં કરવા પડશે. ભલે તમને એ થોડાક મોંઘા લાગે પરંતુ તમે અહીં જ તમારા સમારોહનું આયોજન કરજો. આ હોલ લોકોનો છે અને લોકો માટે તમારે વપરવાનો રહેશે. મને એ ખબર નથી કે અહીંયા લગ્ન કેવી રીતે થશે પરંતુ ત્રણ-ચાર લગ્નો તો અહીં કરાવીજ શકીશું.

- 'હું હવે સંકટપ્રુફ થઇ ગયો છું. હું સવારે ઉઠું છું અને કોઇ સંકટ ના હોય ત્યારે મને લાગે છે કે ભગવાન મને ભૂલી ગયા છે. હું માનું છું કે ભગવાનને મારા પર વિશ્વાસ છે એટલે જ મને સંકટ મોકલે છે. તેમને વિશ્વાસ છે હું સંકટનો સામનો કરીશ, રૂમમાં બારણું બંધ કરીને સંતાઇ નહીં જાઉ.'

- મોદીએ ઉદ્યોગપતિઓને કહ્યું, 'તમે એમઓયુ સાઇન કરીને જતાં રહો મને કોઇ જ વાંધો નથી. કારણ કે ત્યાર પછીના જવાબો મારે આપવાના છે. પણ મને આ મંજૂર છે, હું આને સામેથી આવકારું છું, કારણ કે આ થકી શાસન લોકો પાસે જશે'

- મોદીએ બધાને પૂછ્યું હતું કે તમને મહાત્મા મંદિર કેવું લાગ્યું, તમે તેમા ફર્યા ત્યારે તમને તેમાં સફાઇ અને સ્વચ્છતા જોવા મળીને, ત્યારે બધાએ ઉત્તર આપતા કહ્યું કે, હા. લોકોના તરફથી મળેલા પ્રતિભાવને વ્યગાંત્મક રીતે રજૂ કરતા મોદીએ કહ્યું કે, તો તમે પણ તમારા નગર અને શહેરને આ જ રીતે ચોખ્ખા રાખજો અને તે જ સાચા અર્થમાં ગાંધીજીને શ્રદ્ધાજંલિ હશે કારણ કે તેઓ સ્વચ્છતાના પુજારી હતા.

- મોદીએ જ્યારે હિન્દીમાં વક્તવ્ય શરુ કર્યું ત્યારે તાળીઓનો ગળગળાટ થયો તુરત જ મોદીએ ક્હું કે મને ખબર છે શા માટે તાળીઓ પડી છે લોકો મને હિન્દી અને ગુજરાતીમાં સાંભળવા માંગે છે.

- 'તમે ગુજરાત સાથે હાથ મિલાવ્યો છે તો તમે ક્યારેય દુઃખી નહીં થાવ. ગુજરાતીઓ તરફથી તમને હું બાંયેધરી આપું છું કે, ગુજરાતના લોકો સખત મહેનતુ હોય છે અને તેઓ બધાના સ્વપ્ન સાકાર કરશે'

- 'મે મારી 2010ના સ્વપ્ન લોકો સમક્ષ રજૂ નહોતું કર્યું જો મે, મહાત્મા ગાંધીના મંદિર બનાવવા માટેનું સ્વપ્ન રજૂ કર્યું હોત તો લોકોએ તેનો મજાક ઉડાવ્યો હોત અને કહ્યું હોત કે મોદી તો માત્ર વાતો કરે છે તેને દિવસે તારા બતાવવાની આદત છે. પણ આજે જોઇ શકો છો કે મંદિર 182 દિવસમાં નિર્માણ પામ્યું છે.'

- 2003માં જ્યારે અમે આ સમિટ ચાલું કર્યું ત્યારે ઘણી શંકાઓ વચ્ચે ચાલું કર્યું હતું. પરંતુ આજે 2011માં મહાત્મા મંદિરમે જે રીતે પાંચમી સમિટ સફળ રહી છે. તેના પરથી થઇ ગયું છે કે, જે રીતે મહાત્મા ગાંધીએ ભારતને આઝાદી અપાવી તે રીતે મહાત્મા મંદિર ભારતને સશક્ત અને સંપન્ન બનાવશે.

- મિશન મંગલમનું નામ જાહેરાત કરતા જ મોદી બોલ્યા કે ' મિશન મંગલ એટલે સબકા ભલા હો'

- '2011ના સમિટની એ વિશેષતા છે કે મીડિયાએ આનું નેગેટિવ રીપોર્ટિંગ નથી કર્યું'

- ' હું લોકોને સ્વચ્છતાં રાખવાનું કહીંશ તો કાલે કદાચ મીડિયા એવું કહેશે કે મોદીએ તો લોકો પર જ સ્વચ્છતાની જવાબદારી થોંપી દીધી. હકીકતમાં તો સ્વચ્છતાંને મારે એક જનઆંદોલન બનાવવું છે'

- 'કેટલા લોકો એ વાતની ચિંતા છે કે, વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ થાય છે પણ પછી ડ્રોપ થઇ જાય છે, પરંતુ મારે એ મહાનુભાવોને પૂછવું છે કે જ્યારે પંદર વર્ષ પહેલા બાળકો જ્યારે સ્કૂલમાંથી ડ્રોપ થતાં હતા ત્યારે તેમણે ચિંતા કેમ ન કરી.'

- 'મે લંબા નહીં સોચતા, 2050મે ક્યાં હોગા, યે હોગા, વો હોગા... કિસકો પતા હમ કહાં હોંગે. મને તો રસ છે કે 2013માં શું થશે.'



ng>

No comments: