Saturday, October 23, 2010

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાબિત કરી આપ્યું છે...........


ગુજરાતમાં યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં ફરી એકવાર ભાજપે અને ખાસ કરીને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સાબિત કરી આપ્યું છે કે ગુજરાતમાં તેમના સિવાય બીજો કોઈ વિકલ્પ હોઈ જ ના શકે… યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપે કોંગ્રેસને ધોબી પાછળ આપી તમામ નેતાઓની બોલતી બંધ કરી દીધી છે… અને હવે તેઓ વિચારતા થયા છે કે એવો તો શું જાદુ આ મોદીજી કરી રહ્યા છે… પણ તેમણે સમજી લેવાની જરૂર છે કે વાંક કોંગ્રેસની નેતાગીરીનો જ છે. કેમ કે એક દિશામાં તમામને લઈને એટલે કે કોંગ્રેસના કાર્યકરોને સાચી રાહ બતાવે એવા કોઈ નેતા કોંગ્રેસમાં છે જ નહિ.. આજે જે પણ નેતાઓ છે તે તમામ માત્ર બોલવાના બાદશાહ એટલે કે “બોલ બચ્ચન” જ છે, માટે જ મોદી જેવા મજબૂત નેતા એકલે હાથે રોલર ફેરવીને કોંગ્રેસને સાફ કરી શકે છે. ભાજપના બીજા નેતાઓની તેમણે જરૂર જ નથી પડતી… કેમ કે કોંગ્રેસની નેતાગીરીમાં એવું કોઈ પાણી જ નથી… ચૂંટણી યોજાઈ પરિણામો આવી ગયા અને સાફ થઇ ગયું કે કોંગ્રેસમાં હવે પહેલા જેવો દમ નથી રહ્યો…
કોંગ્રેસમાં પહેલા જે નેતાઓ હતા તે તમામ એટલા સક્ષમ હતા કે ભાજપને સત્તા પર આવવા માત વલખા મારવા પડતા હતા… જેમ કે માધવસિંહ સોલંકી, સ્વ. અમરસિંહ ચૌધરી, સ્વ. પ્રબોધ રાવલ વગેરે વગેરે… આ ચર્ચામાં નથી પડવું પણ એટલું તો જરૂર કહીશ કે હવે પહેલા જેવું કોંગ્રેસ રહ્યું નથી.. અત્યારે જેટલા પણ નેતાઓ છે તે તમામ પોતાની જૂથબંધી જ કરવામાં માને છે… હા એકાદ બે નેતાઓને બાદ કરતા લગભગ તમામ નેતાઓ પોતાનો જ કક્કો ખરો છે એવું સાબિત કરવામાં માને છે… આટ આટલા પરાજયો થયા પછી પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક રીતે પોતાનો લૂલો બચાવ કરીને સરકારની મશીનરીનો દુરુપયોગ થયા હોવાનો આક્ષેપ કરીને છટકી જવામાં માહેર છે… થોડા સમય પહેલા છ મહાનગરપાલિકાની ચૂંટણીઓના પરિણામો આવ્યા ત્યારે લગભગ કોંગ્રેસના તમામ નેતાઓએ ઈવીએમ મશીન સાથે સરકારે ચેડા કાર્ય હોવાની વાત વહેતી કરી.. પણ મતદાન મથકમાં જ જો ઈવીએમ મશીન સાથે ચેડા કરાયા હોય તો તે સમયે તમારા કાર્યકરો શું કરતા હતા..???? તેઓને કોઈ ધમકી આપીને ચુપ કરી દેવાયા હતા…??? આવા સવાલોના જવાબ આ નેતાઓએ આપવાનું ટાળ્યું હતું… તેના પરથી જ ફલિત થાય છે કે ખામી સરકારી મશીનરીમાં નહિ પણ કોંગ્રેસના નેતાઓના મગજની મશીનરીમાં છે… કોંગ્રેસનું હાઈ કમાન્ડ પણ આવા ચવ્વનની છાપ આક્ષેપો તેમના નેતાઓ દ્વારા થઇ રહ્યા છે તેને છાવરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે… કોંગ્રેસ હાઈ કમાન્ડે પણ હવે આવા આક્ષેપો કરનારા નેતાઓનો ઉધડો લેવો જોઈએ અને જવાબ માંગવો જોઈએ… કેમ કે ચૂંટણીઓમાં કોંગ્રેસની આખે આખી નેતાગીરી પ્રચારમાં ઉતારી પડે અને સામે પક્ષે મોદી એકલા જ હોય તેમ છતાં કોંગ્રેસનું ધનોત પનોત નીકળી જાય.. આવું કેમ બને છે એ વિચારવાનો અને ચૂંટણીમાં કેમ પછડાટ મળી રહી છે તે અંગે આત્મમંથન કરીને ગુજરાત કોંગ્રેસના જવાબદાર એવા નેતાઓનો ખુલાસો માંગવો જોઈએ….
કોંગ્રેસ પાસે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટક્કર આપે એવો એક પણ નેતા નહિ હોવાના કારણે જ હમેશા દરેક ચૂંટણીઓમાં કોંગ્રેસનો ખાત્મો બોલી જાય છે.. કોંગ્રેસે હવે એવી જાહેરખબર આપવાનો સમય આવી ગયો છે કે “જોઈએ છે ગુજરાત કોંગ્રેસને એક સાથે રાખીને મોદી સામે બાથ ભીડીને દરેક ચૂંટણીમાં ભાજપને પરાજિત કરી શકે એવા એક નેતાની”. પણ એવું લાગે છે કે કોંગ્રેસ આખા ગુજરાતમાં દીવો લઈને શોધવા નીકળે તો પણ એવો નેતા મળવો મુશ્કેલ છે… કેમ કે ગુજરાત કોંગ્રેસની એવી એક પણ વ્યક્તિ નથી કે જે આવો જાદુ કરી શકે… કેમ કે આજે પણ એ જ જૂના નેતાઓ પોતાની સાથે આજના યુવાનોને ચાલવા કહે છે.. પણ તેઓએ રાહુલ ગાંધી તરફ જોવું જોઈએ અને તેમના બતાવેલા માર્ગ પર યુવાનોમાં વિશ્વાસ રાખીને તેમણે નેતૃત્વ સોંપવું જોઈએ… પણ ગુજરાતના કોંગ્રેસી નેતાઓને આવું કરવું નથી.. કેમ કે તેમને તો એમ લાગે છે કે રખેને તેમનો ગરાસ લુંટાઈ જાય… તેઓ તો એવું માનીને ચાલે છે કે જો જીતી ગયા તો આપણે પક્ષ છોડવાનો કે બાજુ પર બેસવાનો વારો આવશે.. તેઓ તો પોતાને જ તીસમારખા સમજીને ચાલે છે અને એવું માને છે કે જો પોતાના નેતૃત્વમાં કોંગ્રેસ જીતશે તો વાહ વાહ થશે અને હાઈ કમાન્ડ મોટી જવાબદારી પણ સોંપશે.. અને હારી જઈશું તો સરકારી મશીનરીના દુરુપયોગનો આક્ષેપ કરીને છટકી જઈશું એટલે કોઈ આપનો વાળ પણ વાંકો નહિ કરી શકે…
માટે જ હવે હાઈ કમાન્ડે પોતે જ આવા નેતાઓને દિવાળી આવી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસમાં સફાઈ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ જેથી હવે પછીની ચૂંટણીઓમાં આવો તો રકાસના થાય…. માટે જ આ તબક્કે સ્વામી વિવેકાનંદનું પેલું વાક્ય કોંગ્રેસે યાદ કરવું જોઈએ કે “જાગો, ઉઠો અને ધ્યેય પ્રાપ્તિ સુધી દોડો…

No comments: