જો કે, આ બધાની વચ્ચે માત્ર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કાંઈક કરી દેખાડ્યું છે. તેમણે એલપીજીની બોટલ ઉપર લાદવામાં આવેલા સેસને હટાવી દીધો. જેના કારણે, પશ્ચિમ બંગાળમાં માત્ર રૂ. 34નો જ ભાવવધારો થયો. આ પ્રકારની જાહેરાત કરનારા, તેઓ પ્રથમ હતા. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન શિલા દિક્ષીત હજૂ, વિકલ્પો પર વિચારણા કરી રહ્યાં હોય તેમ લાગે છે.
મોંઘવારીનું 'ચેઈન રિએક્શન'
ભારતમાં મોંઘવારીનો દર 9.06 ટકા પર પહોંચી ગયો છે. જે અમેરિકાની સરખામણીમાં બમણો અને જર્મનીની સરખામણીમાં ચાર ગણો છે. મોંઘવારીના જળ પ્રલયમાં મોઢું બહાર રાખીને અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રયાસ કરી રહેલા સામાન્ય માનવીની કમર જ તૂટી ગઈ છે. આમ તો ડીઝલ પર રૂ. ત્રણનો વધારો કરવામાં આવ્યો છે. પરંતુ, કરવેરા સાથે આ વધારો રૂ. 3.40 આસપાસ થવા જાયછે.
ચેઈન રીએક્શનની ચર્ચા થતી હતી તેના એક દિવસમાં જ નોર્થ ઈન્ડિયા મોટર રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ભાડામાં 8 થી નવ ટકાનો વધારો કરી દીધો છે. જેના પગલે શાકભાજી અને ફળોના ભાવોમાં પણ વધારો થશે. લુધિયાણાથી મુંબઈના ભાડામાં 2000 થી 2400નો ભાવવધારો કરવામાં આવ્યો છે. આવી જ રીતે અન્યોમાં પણ ભાવવધારો થશે.
આ તબક્કે નોંધવા જેવી બાબત એ છે કે ,આંતરરાષ્ટ્રીય ઊર્જા સંસ્થાએ 60 મિલ્યન બેરલ તેલ આગામી ત્રીસ દિવસમાં આપવાની જાહેરાત કરી છે. જેના કારણે બ્રેન્ટ ક્રૂડના ભાવો 106 ડૉલર પર આવી ગયા છે.
શું સરકાર ખરેખર લાચાર છે ? સરકારના જૂઠનો પર્દાફાશ
જો વર્ષમાં એક વખત ભાવવધારો હોય તો સામાન્ય પ્રજા તેમનું બજેટ અનુરૂપ બનાવી લે. પરંતુ, દસ મહિનામાં દસ વખત ભાવવધારો થાય ત્યારે લોકો શું કરે ? સરકારને તેલ કંપનીઓની ચિંતા છે, પરંતુ સામાન્ય જનતા માટે કોઈ સંવદેના નથી.
સરકારના કહેવા પ્રમાણે તે લાચાર છે, પરંતુ જો હું તમને કહું કે એક સામાન્ય ઉકેલ દ્વારા સરકાર ભાવોને નિયંત્રણમાં લાવી શકે છે અને એટલે સુધી કે, ઘટાડી પણ શકે છે, શરત છે કે સરકાર કરવા ચાહે. મારી વાત સાચી છે. વાંચો કેવી રીતે.
ડીઝલ માટે તમે વિવિધ કર પેટે 36 ટકા ચૂકવણું કરો છો
(ભાવવધારા પહેલાના આંકડા)
ડીલરનું કમિશન 2 ટકા
કસ્ટમ ડ્યૂટી 7 ટકા
એક્સાઈઝ ડ્યૂટી 15 ટકા
સેલ્સ ટેક્સ 12 ટકા
આ જાહેરાત સાથે જ પેટ્રોલિયમ પ્રધાને ઉદારતાપૂર્વક જાહેરાત કરતા હોય તેમ ક્રૂડ તેલ અને પેટ્રોલિયમ પેદાશો પરની પાંચ ટકાની કસ્ટમ ડ્યૂટી ઘટાડી દીધી. જો કે, તેનાથી માત્ર તેલ કંપનીઓને રાહત મળશે, સામાન્ય માનવીને કોઈ લાભ નહીં થાય.
કેરોસિનમાં તમે 12 ટકા વેરા ચૂકવો છો.
ડીલર અને રિટેલ કમિશન 8 ટકા
કસ્ટમ ડ્યૂટી – નહીં
એક્સાઈઝ ડ્યટી – નહીં
સેલ્સ ટેક્સ – ચાર ટકા
એલપીજી માટે તમે 23.5 ટકા વેરા ચૂકવો છો
ડીલરનું કમિશન- 19.5 ટકા
કસ્ટમ ડ્યટી- નહીં
એક્સાઈઝ ડ્યટી – નહીં
સેલ્સ ટેક્સ – 11.34 ટકા
જો કે, સરકાર પેટ્રોલ પરના કર દ્વારા જનતાને નીચોવી રહી છે. પેટ્રોલ પર તમે 54 ટકા કર ચૂકવો છો.
ડીલરનું કમિશન – 2 ટકા
કસ્ટમ ડ્યૂટી – 4 ટકા
એક્સાઈઝ ડ્યૂટી – 32 ટકા
સેલ્સ ટેક્સ – 17 ટકા
સરકાર પોતાને લોક-મિત્ર તરીકે ખપાવે છે. પરંતુ વાસ્તવમાં તે મધ્યમ વર્ગનો જીવ કાઢી રહી છે. સરકાર એ હક્કીકત ભૂલે છે કે, વિવિધ કરો દ્વારા સરકારને મધ્યમ વર્ગ પાસેથી જ સૌથી વધુ આવક મળે છે. ચાલુ નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં કોઈ રાહત આપી ન હતી. વધુમાં સર્વિસ ટેક્સનું ભારણ નાખવામાં આવ્યું છે. ઈંધણના ભાવોના વધારના કારણે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવો વધશે. જેનાથી ફૂગાવા અને ખાદ્યાન્ન ચીજવસ્તુઓના ભાવોમાં વધારો થશે.
દસ મહિનામાં દસ વખત ભાવ વધારો : બસ બહુ થયું
જો સરકાર કમર કસે અને રાજ્યોની મુલાકાતો તથા ઝેડ-ક્લાસ સુરક્ષા પર ઓછો ખર્ચ કરે તો સામાન્ય માનવી માટે ઈંધણના ભાવો સ્થિર રાખવા શક્ય છે. અણ્ણા હજારેના સમર્થનમાં ઊભા થયેલા લોકોએ આ વખતે ભાવવધારા સામે ઊભા થવાની જરૂર છે. આ અંગેનો સંદેશો કોઈ ચોક્કસ રીત વગર દેશને ચલાવતી સરકારને પહોંચે તે જરૂરી છે. છેલ્લા દસ મહિનાથી આપણે આપણા હક્કો માટે કશું બોલ્યા નથી. જેના કારણે આજે આ સ્થિતિ ઊભી થઈ છે.
લોકોના આક્રોશ દ્વારા સરકારને એ વાતની ખાતરી થવી જોઈએ કે ઈંધણના ભાવો તેલ કંપનીઓ કે સરકારી અધિકારીઓની મરજી મુજબ વધી ન શકે. આપણે બધાએ એક સાથે મળીને આગળ આવવાનું છે, જેથી સરકારે આ ભાવવધારો પાછો ખેંચવો પડે અને ઈંધણના ભાવો પર અમાનવીય વધારો કરતા પહેલા સો વખત વિચાર કરે.tyle="font-weight:bold;">
No comments:
Post a Comment