ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા શ્રી જસવંતસિંહનાં મહમ્મદઅલી ઝીણા વિષે લખાએલા પુસ્તકનું પ્રકાશન થયું. અખબારી અને પ્રસારવાહિનીઓનાં અહેવાલો અનુસાર તેમણે ઝીણાને મહાન દેશભક્ત, રાષ્ટ્રવાદી, ઉદારમતવાદી વગેરે વગેરે વિશેષણો લગાવીને મહાન ચિતરવાનો ઉપક્રમ કર્યો છે. અને તે સાથે જ વિભાજન માટે ઝીણા જવાબદાર નહોતા એવું પ્રમાણપત્ર આપવાની સાથે સાથે પંડિત નહેરુ અને સરદાર પટેલ જ વિભાજન માટે જવાબદાર હતા અને ઝીણા તો બીચારા વગર વાંકે બદનામ થઇ ગયા એવું દુ:ખ પ્રકટ કર્યું છે.
શ્રી જસવંતસિંહનો તર્ક વિચિત્ર છે. સરદાર પટેલ અને નહેરુ વચ્ચે સત્તાસ્પર્ધા હોય એ કદાચ સમજી શકાય એવી વસ્તુ છે. એ માટે તેમનો આંતરસંઘર્ષ હતો એમ કોઇ કહે તો તે પણ કદાચ માની લઇ શકાય. દેશાંતર્ગત તેની ચર્ચા પણ થઇ શકે. પરંતુ જો વિભાજનની માગણી કરનારા અને વિભાજન માટે અનુકૂળ મુસ્લિમ માનસિકતા તૈયાર કરનારા ઝીણા ન હોત તો આ આંતરસંઘર્ષ વિભાજન સુધી કેવી રીતે પહોંચ્યો હોત? ઝીણા જો ખરેખર રાષ્ટ્રવાદી હોત તો તેમણે આ ભાગલાવાદી નેતૃત્વના પ્રભાવમાં આવી જતો રોકવા માટે મુસ્લિમ સમાજને તૈયાર કરવામાં પોતાની શક્તિ વાપરી હોત અને સ્વતંત્ર ભારતમાં અત્યંત આદરનું સ્થાન પ્રાપ્ત કર્યું હોત.
પરંતુ શ્રી જસવંતસિંહના મત પ્રમાણે ભારતીય સ્વતંત્રતાનાં આંદોલનમાં પરસ્પર સહકારી રહેલા સરદાર પટેલ અને પં. નહેરુ ભારત વિભાજન કરી ઝીણાને પાકિસ્તાનનાં રાષ્ટ્રપિતા બનાવવા સંકલ્પબદ્ધ હતા. મિત્રધર્મ અદા કરવા માટે બીચારા ઝીણાને એ આગ્રહ સ્વીકારવો પડ્યો. એક વખત મિત્રોને મદદ કરવાનું નક્કી કર્યા પછી એ માટે તેમને ઘણાં અણગમતાં કામો કરવા પડ્યાં. તેમણે અખંડ ભારતના પ્રથમ વડાપ્રધાન બનવાની ગાંધીજીની દરખાસ્ત પણ નકારી દીધી. પોતાનું રાષ્ટ્રવાદી ચરિત્ર છોડીને કટ્ટરવાદી મુસ્લીમનેતાની ભૂમિકા પણ તેમણે અનિચ્છાએ સ્વીકારી. પાકિસ્તાનની રચના માટે દેશનો જે ભૂભાગ હિંદુવિહીન અને મુસ્લિમબહુલ બનાવવાની આવશ્યકતા હતી ત્યાં Direct action (સીધાં પગલાં)ની અપીલ કરવી પડી અને માત્ર સરદાર અને નહેરુને મદદ કરવાના શુભ હેતુથી લાખો નિર્દોષ હિંદુઓની હત્યા, મહિલાઓ પરનાં બળાત્કારો, લાખો પરિવારોને રાન રાન અને પાન પાન થઇને કરવી પડેલી ભારતયાત્રા વગેરે અનિચ્છનીય વાતો જોઇ રહેવી પડી. ગુંડામાં ગુંડો મુસલમાન પણ સારામાં સારા હિન્દુ(જેમાં મહાત્મા ગાંધીનો પણ સમાવેશ છે)કરતાં મારે મન વધુ શ્રેષ્ઠ છે એવી જાહેરાત કરવી પડી. પાકિસ્તાન નિર્મિતિ પછી પોતાનાં રાષ્ટ્રવાદી વિચારો, માતૃભૂમિ પ્રત્યેનો પ્રેમ વગેરે બાજુમાં મૂકી માતૃભૂમિને છોડીને અનિચ્છાએ પાકિસ્તાન જવું પડ્યું અને રાષ્ટ્રપિતાનું પદ પણ સ્વીકાર કરવું પડ્યું. માત્ર સરદાર પટેલ અને પંડિત નહેરુની ભારત વિભાજનની ઇચ્છા પૂરી થાય તે માટે વિભાજનની જવાબદારી પોતાને માથે લઇને કાયમી બદનામી વહોરી લેવી પડી.
આવા મિત્રપ્રેમી અને મૈત્રી માટે પોતાનું સર્વસ્વ હોડમાં મૂકનારા ઝીણાને ન્યાય અપાવવા માટે મથી રહેલા શ્રી જસવંતસિહની ટીકા કરવી એ મારી દૃષ્ટિએ એક અતિ અયોગ્ય કામ છે.
ખેર! મજાક પૂરી થઇ. આ મજાક પણ આનંદપ્રદ નથી કારણ એક દેશશત્રુની વાત કરવા માટે દેશબાંધવની મજાક કરવી પડે છે. પરંતુ ખરેખર ગંભીરતાથી વિચાર કરવો પડે એવી વાત શું છે?
મને લાગે છે કે ઝીણા એ આપણી સમસ્યા નથી. ઝીણા જેવા લોકોની આવી માનસિકતા બનાવવામાં નિમિત્ત થનારા લોકો જ આપણી સમસ્યા છે. શ્રી જસવંતસિંહ પણ કહે છે ૩૭ સુધી ઝીણા આવા નહોતા. તો પછી તેમને આવા બનાવનારાં પરિબળો ક્યા? અને આપણે ૩૭ પછીના ઝીણાની ચર્ચા કરવાનું મૂકીને ૩૭ પહેલાના ઝીણાને પ્રમાણપત્ર આપવા શા માટે બેસી જઇએ છીએ? આ પૂર્વે એક વાર ઝીણાએ પાકિસ્તાનની સંસદ કે સંવિધાન સભાની બેઠકમાં કરેલાં ભાષણને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે ઝીણા સાચા અર્થમાં પંથનિરપેક્ષ હતા. આ ભાષણમાં ઝીણાએ કહ્યું હતું કે હવે પાકિસ્તાન બની ગયું છે, હવે આ દેશનું શાસન પંથનિરપેક્ષ રહેશે. આ હવાલો આપતી વખતે એ વાત ન કહેવાઇ કે ઝીણાની આ બધી સુફિયાણી વાતો પાકિસ્તાનની ભૂમિ ને ભયંકર નરસંહાર દ્વારા લગભગ હિંદુવિહીન બનાવ્યા પછી કહેવાઇ હતી. બિલ્લી સો ઉંદર પચાવી લીધા પછી હજ કરવા જઇ રહી હતી. મને કહ્રેખર એ વાત સમજાતી નથી કે કોઇ પણ સંવેદનશીલ માણસ ૪૬ -૪૭માં થએલા નારકીય અત્યાચારો અને નિર્દોષ પ્રજાના અભૂતપૂર્વ રક્તપાત અને માતૃભૂમિના ભાગલા ને ભૂલીને બૌદ્ધિક વિતંડાવાદ કરવા જેવા સંવેદનહીન કેવી રીતે બની શકે?
ઘણા વર્ષ પહેલાં આપણા એક લબ્ધપ્રતિષ્ઠિત અને વૈશ્વિક ખ્યાતિની હોડમાં ઉતરેલા સંપ્રદાયાચાર્યે ઔરંગજેબમાં સાદગી, ધર્મપ્રિયતા, અલ્પવ્યયિતા વગેરે ગુણોનું આરોપણ કરી એક ગુણાનુરાગી પ્રજા તરીકે તેનાં સ્મારક ઉભા કરવાની હિંદુઓને અપીલ કરતું ભાષણ કર્યું હતું. આ બધું લખતી વખતે તેઓ ઔરંગજેબ દ્વારા તેના બાપને અપાએલી કેદ, ભાઇઓની કરાએલી હત્યા,શીખ ગુરુ તેગબહાદૂરની નિર્મમ હત્યા, હજારો શીખ બાંધવો પર કેવળ ધર્માંધતાને કારણે કરાએલા અત્યાચારો, સેંકડોની સંખ્યામાં હિંદુ ધર્મસ્થાનોનો ધ્વંસ, ગુરુ ગોવિંદસિંહના બાલપુત્રોને દિવાલમાં જીવતા ચણી લઇને કરાએલી નિર્મમ હત્યા, શિવાજી મહારાજના પુત્ર સંભાજીની અમાનુષ હત્યા વગેરે જઘન્ય કૃત્યોને જે સરળતાથી અને ભોળાભાવે ભૂલી ગયા ત્યારેમહારાષ્ટ્રના એક લેખકે તેમને એક જ જાહેર પ્રશ્ન પૂછ્યો હતો, “ઔરંગજેબ દ્વારા થએલા અત્યાચારોનું કેન્દ્ર તમે હોત, ગુરુપુત્રોને બદલે તમારા પુત્રો જીવતા ચણાયા હોત તો તમારી પ્રતિક્રિયા શું હોત ?” સ્વાભાવિક રીતે જ એ પ્રશ્ન અનુત્તરિત રહ્યો. આજે પણ વિભાજનની વિભિષિકા ભૂલી ગએલા શ્રી જસવંતસિંહ અને એવી જ માનસિકતા ધરાવતા લોકોને પ્રજાએ આ જ પ્રશ્ન પૂછવાની આવશ્યકતા છે.
શું આ Super secular દેખાવાનો પ્રયાસ છે? વિશ્વમાનવ બનવાનો પ્રયાસ છે? અમે કટ્ટર હિંદુ નથી એ સિદ્ધ કરવાનો પ્રયાસ છે? કે પછી અત્યંત નિમ્ન કક્ષાનું રાજકારણ છે? ભાજપાના વરિષ્ઠ નેતા હોવાને કારણે શ્રી જસવંતસિંહ એ વાત જાણતા જ હશે કે આવા બાલિશ પ્રયાસોનો દેશનાં બહુસંખ્ય મુસ્લિમોએ કેવો પ્રતિભાવ આપ્યો છે.
સ્વાતંત્ર્ય્પૂર્વકાળમાં અને સ્વતંત્રતા પછી પણ ભારતીય રાજકારણમાં સરદાર અને નહેરુની ભૂમિકામાં જે અંતર સતત પ્રકટ થતું રહ્યું છે તેનાથી જસવંતસિંહ જેવા રાજનીતિજ્ઞ અજાણ હોય તે શક્ય નથી. છતાં પણ તેઓ વિભાજનના વિષયમાં બન્નેને સમાન કક્ષાએ મૂકે છે. આ અંતર તો સરદારના નેતૃત્વમાં થએલું દેશી રજવાડાઓનું વિલીનીકરણ અને નહેરુનાં નેતૃત્વમાં થએલી કાશ્મીર સમસ્યાની દુર્દશા જ સ્પષ્ટ કરી દે છે.
હૈદરાબાદ અને જૂનાગઢના નવાબી રાજ્યો સાથે કામ પાડવાની પદ્ધતિ, સોમનાથનાં પુનર્નિર્માણ બાબતે પ્રતિબદ્ધતા, કોંગ્રેસની બધી પ્રદેશ સમિતિઓ સાથે હોવા છતાં વ્યાપક મહાત્મા ગાંધીની ઇચ્છાને માન આપી ખસી જનારા સરદાર પોતાનાં વલણો અને વિશિષ્ટતાઓને કારણે હંમેશાં રાષ્ટ્રવાદીઓમાં પ્રિય અને આદરણીય રહ્યા છે.
આર.એસ.એસ. પર પ્રતિબંધ મૂકી સ્વયંસેવકોને જેલમાં મોકલનારા સરદાર હતા એમ જ્યારે જસવંતસિંહ કહે છે ત્યારે તે પોતાને આર.એસ.એસ.ના પરમ હિતેચ્છુની ભૂમિકામાં મૂકી દે છે. પરંતુ તેઓ પ્રતિબંધના એક જ મહિના પછી સરદારે સંઘને સંપૂર્ણ નિર્દોષ ઠરાવતો ગૃહમંત્રીની હેસિયતથી લખેલો અધિકૃત પત્ર અને પ્રતિબંધ ઉઠાવવામાં સરદારની ભૂમિકા અને ગાંધીવધની પૂર્વસંધ્યાએ અમૃતસરમાં પં. નહેરુ દ્વારા અપાએલું અને 30 જાન્યુઆરી 1948ની સવારે એટલે કે ગાંધીવધના લગભગ 14 કલાક પહેલં આકાશવાણી પરથી પ્રસારિત થએલું ભાષણ” અમે સાંપ્રદાયિક પરિબળોને કોઇ પણ ભોગે કચડી નાખીશું”સગવડતાપૂર્વક ભૂલી જાય છે. એક જ સરકારમાં સાથીઓ હોવા છતાં પણ સરદાર અને નહેરુની માનસિક ભૂમિકા વછેનું અંતર સ્વયંસ્પષ્ટ છે.
દુર્ભાગ્યે ભારતમાં કથિત બુદ્ધિજીવીઓની એક જમાત હંમેશાં રહી છે. “दिल्हीश्वरो वा जगदीश्वरो वा” કહીને દિલ્હીના બાદશાહનું ગૌરવ કરનારા લોકો પંડિત હતા. “દેખ બિચારી બકરીનો પણ કોઇ ન જાતાં પકડે કાન, એ ઉપકાર ગણી ઇશ્વરનો હરખ હવે તું હિંદુસ્તાન” ગાનારા પણ વિદ્વાન જ હતા. અને ઝીણા મહાન હતા એમ કહેનારા જસવંતસિંહ પણ........આ જમાતનું કાર્ય હંમેશાં પોતાના લોકોને ઉતારી પાડી પરાયાનાં ગુણગાન કરવાનું જ રહ્યું છે. ખબર નથી આમ કરવામાં તેમને ક્યો વિકૃત આનંદ પ્રાપ્ત થાય છે. આવા લોકોને કારણે જ દિલ્હીમાં તુઘલગ માર્ગ, લોદી રોડ અને ઔરંગઝેબ માર્ગ જેવાં રાષ્ટ્રીય શરમનાં પ્રતીકો સ્વાતંત્ર્યના 60 વર્ષ પછી પણ અસ્તિત્વમાં છે.
વાસ્તવમાં તો આધુનિક ઇસ્લામિક આતંકવાદના જનક એવા ઝીણાના માનસપુત્રો આજે પણ આસામ અને કાશ્મીરને પાકિસ્તાનમાં ભેળવવાનું જીણાનું સ્વપ્ન સાકાર કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. શ્રી જસવંતસિંહ જેવા કથિત બુદ્ધિજીવીઓ પોતાના કાર્યકલાપો દ્વારા આવા દેશ તોડવાનાં ષડ્યંત્રોને જાણ્યેઅજાણ્યે બળ પ્રદાન કરે છે.
આ લેખ લખાતો હતો ત્યારે જ શ્રી જસવંતસિંહને ભાજપામાંથી કાઢી મૂક્યાનાં સમાચાર આવ્યા. આખો દિવસ ચર્ચા ચાલી. પાર્ટીની બધી જ ગતિવિધિઓ અને શ્રી રવિશંકર પ્રસાદના કથન અનુસાર એવો ભાવ પ્રકટ થયો કે ઝીણાની બાબતે શ્રી જસવંતસિંહ દ્વારા કરાએલા વિધાનો એ તેમની હકાલપટ્ટીનું મુખ્ય કારણ નથી પણ સરદારશ્રી વિષયક વિધાનો જ મુખ્ય કારણ છે. જો આમ હોય તો તે ખરેખર જ ગંભીર વાત છે. શ્રી રવિશંકર પ્રસાદ જેને પાર્ટીની ૨૦૦૫માં ઘોષિત થએલી નીતિ ગણે છે તેને શ્રી જસવંતસિંહ કેટલાક નેતાઓનાં મંતવ્યો ગણાવે છે. આ પરિસ્થિતિમાં એક પ્રશ્ન ઉભો થાય જ છે કે જો શ્રી જસવંતસિંહે આખી વાતમાં સરદાર પટેલને ન ખેંચ્યા હોત તો પાર્ટીની જસવંતસિંહના ઝીણા અંગેના મંતવ્યોનાં સંદર્ભમાં શું નીતિ રહી હોત? જ્ઞાત કારણોસર આનો જવાબ આપવો ભાજપા માટે કઠીન છે. શ્રી જસવંતસિંહના પુસ્તકનું વિમોચન ભારતીય સ્વાતંત્ર્યના પ્રયાસોમાં જેમની ભૂમિકા અત્યંત કલંકિત રહી તેવા કમ્યુનિસ્ટ પરંપરાના અગ્રણી વાહક એવા સામ્યવાદી ઇતિહાસકાર શ્રી નામવરસિંહ અને ભાજપાના હિંદુત્વ સાથેના ભાવાત્મક સંબંધને નકારનારા લોર્ડ મેઘનાદ દેસાઇને હાથે થયું. ઝીણા અંગેના તેમના વિધાનો અને વિમોચનની આ પદ્ધતિ પોતે જ તેમની હકાલપટ્ટી માટે પૂરતી ન હોય તો તે પણ એક વિચારણીય બાબત બને છે.
ભાજપામાંથી થએલી હકાલપટ્ટી પછી શ્રી જસવંતસિંહે નિવેદન કર્યું કે કંદહાર પ્રકરણમાં શ્રી અડવાણીજીને છાવરવા માટે હું ખોટું બોલ્યો હતો અને હવે મને તેનો પસ્તાવો થાય છે. આ વાત તો તેમની વિશ્વસનીયતા પર અને દેશહિતની તેમની પ્રાથમિકતા પર મોટો પ્રશ્નાર્થ ઉભો કરે છે. તેમના વાણીવ્યવહારનો માપદંડ શું છે? આજે પુસ્તક પ્રકાશિત કરી સરદાર વિષે વિવાદ ઉભો કરવા પાછળનાં પ્રેરકબળો કયાં છે? જવાબ કદાચ આપણે જ શોધવો પડશે.
લાગે છે કે હજી પણ મામલો જેમ આગળ વધશે તેમ ઉલટાં સુલટાં નિવેદનો આવશે. જે પરમ અવિશ્વસનીય હશે.એટલે તે નિવેદનોના આધારે આપણો મત તૈયાર કરવો જોખમી છે. પ્રજાએ તો પોતાની હૈયાઉકલતથી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી લેવું પડશે.
ભારતીય રાજકારણીઓની આ માનસિકતાને કારણે જ અનેક સરકારો બદલાયા પછી પણ અને સ્વતંત્રતાને ૬૦ વર્ષ પૂર્ણ થયા પછી પણ આપણા સામાજિક જીવનના અનેક ક્ષેત્રોમાં આપણે તેમના આપેલા બંધારણ અનુસાર અને તેમણે ગુલામ દેશ પર શાસન કરવા માટે બનાવેલા કાયદાઓ અને ધારાધોરણો અનુસાર જ જીવી રહ્યા છીએ. કદાચ રાજકારણીઓને ગુલામો પર શાસન કરવું વધુ સહેલું પડતું હશે. પણ આપણે આપણા દેશની પ્રકૃતિને અનુકૂળ સમાજજીવન, રાજ્યપદ્ધતિ, શિક્ષણ અને કાયદાઓ બનાવી શક્યા નથી, દેશગૌરવને પ્રકટ કરતો ઇતિહાસ લખી શક્યા નથી, પરંતુ અનેક બહાને દેશગૌરવને હાનિ પહોંચાડનારો વ્યવહાર જ કરી રહ્યા છીએ. શ્રી જસવંતસિંહ તો માત્ર એક નિમિત્ત છે અને કદાચ છીંડે ચઢેલો ચોર છે. બાકી તો છીંડે ન ચઢેલા અને કુનેહપૂર્વક છટકી ગએલા લોકો પણ ઓછા જવાબદાર નથી.
પરંતુ મને લાગે છે કે શ્રી જસવંતસિંહ એક વ્યક્તિ નહીં પણ માનસિકતા છે જે અનેક કારણોસર માનસિક પરાધિનતાની અવસ્થામાં જીવે છે, અને અવારનવાર જુદાજુદા સ્વરૂપે પ્રકટ થાય છે. જેને હંમેશાં વિદેશી શાસકોમાં બધા જ સારા ગુણો આરોપવાની આદત પડી છે. એકેડેમિક કાર્યનાં નામે તેઓ આ મહેનત કર્યા કરે છે અને સામાન્ય માણસના મનમાં સતત બુદ્ધિભ્રમ ઉત્પન્ન કરે છે.મહાભારતનાં યુદ્ધમાં કર્ણના સારથી બનેલા મદ્રનરેશ શલ્યની માફક તે કુશળતાપૂર્વક સ્વપક્ષને હતબલ કરે છે અને શત્રુપક્ષની સબળ બનાવે છે. એક સુભાષિતમાં કવિ આવા લોકોને “शत्रुनंदना:” એટલે કે શત્રુને આનંદ આપનારા ગણાવે છે. પાકિસ્તાની પ્રચારમાધ્યમો અને અખબારોમાં જસવંતસિંહ અને તેમનાં પુસ્તક્ને મળેલું સ્થાન એ આ વાતનો પુરાવો છે.
મને લાગે છે કે આ બધાનો કાયમી ઉપાય હકાલપટ્ટીઓ, પુસ્તકો ઉપરના પ્રતિબંધો વગેરે નહીં પણ દેશભક્ત સામાન્ય પ્રજામાનસના સશક્તિકરણમાં છે. જાગ્રત, દેશભક્ત, સુજ્ઞ અને સક્રિય જનશક્તિ જ આ માનસિકતાને ભય પમાડી શકે અને આવશ્યકતાનુસાર દંડિત કરી શકે. તેથી આવી જનશક્તિનું નિર્માણ અને જાગરણ એ જ એક માર્ગ છે. નહીં તો કોઇ ને કોઇ નિમિત્તે પેદા થતી જસવંતસિંહોની હારમાળા અટકાવી નહીં શકાય.

No comments:
Post a Comment